બોલીવુડ કલાકારોના નામે ખોટા એકાઉંટ ખોલવાના ઘણા ઉદાહરણ આવી ચૂક્યા છે,પરંતુ એવુ પણ બની શકે કે બોલીવુડનો કોઈ કલાકાર છદ્મ નામથી એકાઉંટ ખોલીને પોતાના પ્રશંસક સાથે વાત કરે.
વર્તમાન દિવસોમાં આવા જ આઈડીની ચર્ચા છે. જેનુ નામ છે પક્કા ઈડિયટ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ 'પક્કા ઈડિયટ' બીજુ કોઈ નહી પરંતુ આમિર ખાન જ છે. 'પક્કા ઈડિયટે' પોતાના વિશે જે માહિતી આપી છે તે આ રીતની છે - તેનુ નામ છે આકાશ મલ્હોત્રા(દિલ ચાહતા હૈમાં આમિરના પાત્રનુ નામ)અને એ મુંબઈના બાંદ્રા શહેરમાં રહે છે. બૈડમિંટન અને ટેનિસ તેને (આમિરને પણ)ખૂબ ગમે છે. જેનાથી એવુ માનવામાં આવી રહ્યુ છે એક આ વ્યક્તિ આમિર ખાન જ છે.
પક્કા ઈડિયટના 918 મિત્રો છે. આના પર જે નિયમિત માહિતી પોસ્ટ કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા યૂરોપ સ્થિત કેટલાક સ્થળોના ફોટ પણ પોસ્ટ કરવામાં આવ્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આમિર પોતાની પત્ની કિરણ રાવ સાથે થોડા દિવસ પહેલા યૂરોપમાં રજાઓ ગાળીને આવ્યા છે.