નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસિને સાદગીથી ઉજવ્યો જન્મદિવસ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
ફિલ્મ લંડન ડ્રીમ્સના કેટલાય પ્રચાર અભિયાનને કારણે થાકી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી અસિન થોટ્ટુમકલે આ વખતે ખૂબ જ થોડા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શાંતિ પૂર્વક પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તેણે કહ્યુ કે આ મારા જીવનનો સૌથી શાંતિપૂર્ણ અને ખુશહાલ જન્મદિવસ હતો.

સોમવારે એ 24 વર્ષની થઈ ગઈ. અસિને કહ્યુ હુ બિલકુલ ઉંધી નથી. છેલ્લા એક અઠવાડિયાથી હુ ફક્ત ત્રણ-ચાર કલાક સૂઈને લંડન ડ્રિમ્સ માટે સતત કામ કરી રહી હતી. મેં થકાવી નાખનારા અઠવાડિયામાંથી બહાર આવીને મારો જન્મદિવસ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવ્યો છે.

અસિનના જન્મદિવસ પર તેણે નજીકના મિત્રોને રવિવારે ડિનર પર આમંત્રિત કર્યા હતા. તેમણે કહ્યુ -રાત્રિભોજમાં મારા આઠ ખૂબ જ નજીકના મિત્રો જ હતા. અડધી રાત્રે તેમણે મારી પાસેથી કેક કપાવડાવ્યો. હુ મારી જાતને બીજીવાર 12 વર્ષની હોવાનો અનુભવ કરી રહી હતી.

આ પહેલા રવિવારની સાંજે જ્યારે અસિન પોતાના ઘરે પહોંચી તો ઘરની સજાવટ જોઈને ચકિત થઈ ગઈ. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મારા માતા-પિતાએ ઘર ફુગ્ગાઓથી ભરી દીધુ હતુ. જ્યારે હુ બાળકી હતી ત્યારે પણ આ જ રીતે ઘર સજાવવામાં આવતુ હતુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અસિન, ગજિની, લંડંન ડ્રિમ્સ, જન્મદિવસ