નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ઐશ્વર્યા રાય બચ્ચન : હેપ્પી બર્થ ડે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
પહેલી નવેમ્બર 1973ના દિવસે જન્મેલી ઐશ્વર્યા રાય બચ્ચન 36 વર્ષથી થઈ રહી છે. તેમનો માસુમ ચહેરો અને તેમની નાજુક કાયાને જોઈને જરા પણ વિશ્વાસ નથી થતો કે એશ ઉંમરના આ પડાવ સુધી પહોચી ગઈ છે.

આજે પણ તેમની ચાલ-ઢાલ, ચહેરાનું ભોલાપણું, આંખોની સુંદરતા અને વાત કરવાનો અંદાજ એક ષોડ્શીના અંદાજની જેમ જ દર્શકોના મનને લોભાવે છે. છતાં પણ સત્ય તો આખરે સત્ય જ છે.

ઉંમરના આ પડાવામાં વ્યક્તિ શારીરિક અને માનસિક રૂપે પરિપક્વ થવા લાગે છે. એશની સાથે પણ હવે આવુ જ થઈ રહ્યું છે. પડદા પર એક કિશોરીની જગ્યાએ તે એક મોહક, કમનીય મહિલાના રૂપે દેખાવા લાગી છે.

ઐશ્વર્યાના મા બનવાના સમાચાર વચ્ચે વચ્ચે મીડિયામાં આવતાં રહ્યાં, જેની ઐશ્વર્યાએ પણ ખુબ મજા લીધી. તેમના પ્રશંસકોની તીવ્ર ઈચ્છા છે કે તે માઁ બને. અમિતાભ તો દાદા બનવાની ઈચ્છાને કેટલીયે વખત પ્રગટ કરી ચુક્યા છે.

ઈંટરનેશનલ ફેમીલી : ઐશ્વર્યા રાયનો પરિવાર આખી દુનિયામાં અનોખો પરિવાર છે. આ પરિવારની અંદર ચાર સુપર સ્ટાર છે. અમિતાભ તો વિશ્વ સ્તરના સુપરનાયક સાબિત થઈ ચુક્યા છે- પોતાના અભિનય અને લોકપ્રિયતાના માધ્યમ વડે. જયા પણ રજતપટ અને રંગમંચ પર પોતાનો સમાન અધિકાર સિદ્ધ કરી ચુકી છે.

અભિષેકની શરૂઆતની અસફળતાઓ પછી હવે સફળતાએ પણ તેમના હાથ પકડી લીધા છે. એશ પોતે પણ ઈંટરનેશનલ આર્ટિસ્ટ છે. તે ભારતની પહેલી અભિનેત્રી છે જેને કોન ઈંટરનેશનલ ફેસ્ટિવલમાં જુરીની હેસિયતથી આમંત્રિત કરવામાં આવી હતી અને 'ટાઈમ' પત્રિકાએ કવર સ્ટોરી પ્રકાશિત કરી હતી.

એશની સમકાલીન હીરોઈનોની ચમક પણ આજકાલ ફીકી થઈ ગઈ છે. રાની મુખર્જી અને પ્રીતી ઝીંટાનું બજાર તો લગભગ ખતમ જ થઈ ગયું છે. અભિનેત્રીના રૂપમાં સુષ્મિતા સેન, એશની પ્રતિદ્વંદી ક્યારેય પણ નથી રહી અને તે અત્યારે આઉટ ઓફ ફોકસ છે.

નાયિકાઓની દોડમાં અત્યારે કેટરીના કેફ, દિપીકા પાદુકોણ, કરીના કપૂર અને પ્રિયંકા જેવી નાયિકાઓની બોલબાલા છે. આ છતાં પણ ઐશ્વર્યા રાય મીડીયાના લાઈમલાઈટમાં સેંટર-પોઈંટની જેમ છે. ક્યારેક પોતાના સૌંદર્યને લીધે તો ક્યારેય બચ્ચન પરિવારની વહુ હોવાને લીધે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઐશ્વર્યા રાય બચ્ચન હેપ્પી બર્થ ડે