નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કિંગ ખાનનો આજે જન્મદિવસ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન આજે 44 વર્ષના થઈ ગયાં છે. બોલીવુડના કિંગ ખાન ગણાતા શાહરૂખે પોતાની શરૂઆત નાના પડદેથી કરી હતી અને પોતાના સર્વશ્રેષ્ઠ અભિનય થકી
shahrukh
IFM
IFM
તેઓ મોટા પડદાના બાદશાહ બની ગયા. હીરોની ભૂમિકા હોય કે, વિલેન દરેક ભૂમિકામાં રંગ ભરવો શાહરૂખને સારી રીતે આવડે છે.


બે નવેમ્બર 1965 ના રોજ દિલ્હીમાં જન્મેલા શાહરૂખે પોતાનો શાળાકિય અભ્યાસ દિલ્હીની સેંટ કોલંબસ સ્કૂલમાં પૂર્ણ કર્યો અને કોલેજનું ભણતર હંસરાજ કોલેજમાં પૂર્ણ કર્યું. ત્યાર બાદ જામિયાથી માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી પરંતુ શાહરૂખમાં અભિનય ક્ષમતા હતી એટલા માટે તેમણે થિયેટર તરફ ઝંપલાવ્યું અને 1988 માં ફોજી અને સર્કસ જેવી સિરીયલો મારફત પોતાની ઓળખ સ્થાપી. માતા-પિતાના મૃત્યુ બાદ શાહરૂખે દિલ્હી છોડી દીધું અને 1991 માં માયાનગરી મુંબઈ પહોંચી ગયાં. 1992 માં 'દીવાના' ફિલ્મ બાદ તેમની ફિલ્મી કારકિર્દી વેગવંતી બની.

પોતાની અલગ ઓળખ સ્થાપવા માટે શાહરૂખે હમેશા અલગ પ્રકારની ભૂમિકા પસંદ કરી. યશરાજ બેનર સાથે કામ કરવા માટે શાહરૂખે 'ડર' ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવ્યો. આ રોલ માટે કેટલાયે હીરો ના પાડી ચૂક્યાં હતાં. આ ફિલ્મમાં વિલેનની ભૂમિકા માટે શાહરૂખને દર્શકોની ખુબ જ સરાહના મળી. ત્યાર બાદ 'બાજીગર', 'અંજામ' જેવી ફિલ્મોમાં શાહરૂખે નેગેટિવ રોલ કર્યાં.

1995 માં કિંગ ખાનની કાજોલ સાથે આવેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં. આદિત્ય ચોપડાની આ ફિલ્મે શાહરૂખને એક રોમેન્ટિક હીરોના રૂપમાં સ્થાપિત કરી દીધા.

મોટા પડદા પર શાહરૂખની સફળતા જારી રહી, 'પરદેશ', 'યસ બોસ', દિલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ', 'મોહબ્બતે', 'કભી ખુશી કભી ગમ','દેવદાસ', 'કલ હો ના હો', 'કભી અલવિદા ના કહના', 'મૈ હૂ ના', 'વીર ઝારા', 'ચક દે ઈંડિયા' અને 'રબ ને બનાદી જોડી' શાહરૂખની સુપરહિટ ફિલ્મો પૈકીની ફિલ્મો છે. હવે દર્શકો શાહરૂખના આગામી પ્રોજેક્ટ 'માઈ નેમ ઈઝ ખાન' ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ ખાન, જન્મદિવસ