તારે જમી પર, ગજીની પછી સતત ત્રીજા વર્ષે ક્રિસમસ પર આમિર ખાનની ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. આ વર્ષે 'થ્રી ઈટિયટ્સ' નુ પ્રદર્શન થશે, જેમાં આમિર ખાન ઉપરાંત કરીના કપૂર, માઘવન અને શરમન જોશીની મુખ્ય ભૂમિકા છે.
આ ફિલ્મથી ઘણા લોકોને અપેક્ષા હોવી એ સ્વાભાવિક છે, કારણ કે આમિર ઉપરાંત 'મુન્નાભાઈ' જેવી ફિલ્મ બનાવનારા રાજકુમાર હીરાની આની સાથે જોડાયેલા છે આમિર અને રાજકુમારની જોડી શુ રંગ લાવે છે, એ જાણવા બધા આતુર છે. બુધ્ધિમાન આમિરને ઈડિયટના રૂપમાં બધા જોવા માંગે છે. ફિલ્મનો પ્રોમો અપેક્ષાઓને વધુ ઉપર લઈ જાય છે.