નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મમ્મી સાથે કામ કરવાની મજા આવી - સોહા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ફિલ્મ 'લાઈફ ગોઝ ઓન'માં પોતાની મા શર્મિલા ટૈગોરની સાથે પડદાં પર પહેલીવાર નજર આવનારી સોહા અલી ખાને કહ્યુ કે તે વરિષ્ઠ અભિનેત્રીની સાથે કામ કરતી વખતે ગભરાઈ રહી હતી.

સોહાએ કહ્યુ કે હું ખૂબ ચિંતિત હતી. મને બીક લાગતી હતી કારણ કે એ ખૂબ જ સારી અભિનેત્રી છે અને મારી માં છે. એ મારા ચહેરાના બધા ભાવ ઓળખે છે. મને એ લોકો સાથે અભિનય કરવાની થોડી બીક લાગે છે જે મને સારી રીતે જાણે છે. સોહાએ કહ્યુ કે તેમને પોતાની માં સાથે કામ કરવાની ખૂબ મજા પડી.

'રંગ દે બસંતી'ની અભિનેત્રીએ કહ્યુ કે આ ખૂબ જ સરસ અનુભવ રહ્યો. આ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે અને હકીકતમાં તેમણે અસલી જીંદગીની જેમ મા અને પુત્રીનો પાત્ર ભજવ્યુ છે. સંગીત દત્તા દ્વારા નિર્દેશિત ફિલ્મને અહીં 11માં મુંબઈ ફિલ્મોત્સવમાં રજૂ કરવામાં આવી. ફિલ્મની વાર્તા સંજય (ગીરિશ કર્નાડ) તેની પત્ની (શર્મિલા ટેગોર) અને તેની ત્રણ છોકરીઓની આસપાસ ફરે છે. તેમણે એ સમયે મોટો આઘાત લાગે છે જ્યારે તેમની નાની પુત્રી દિયા(સોહા અલી ખાન) એક મુસ્લિમ છોકરાને પ્રેમ કરવા માંડે છે.

ફિલ્મમાં ઓમપુરી, નીરજા નાઈક, મુકુલિકા બેનર્જી, ક્રિસ્ટોફર હાથેરાલ અને રેંજ કેમ્પટાએ પણ અભિનય કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ફિલ્મોત્સવ, લાઈફ ગોઝ ઓન, સોહા, શર્મિલા