નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » લેપટોપ કે કરીના
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
એક જાણીતી કંપનીએ બિલકુલ પાતળા લેપટોપને રજૂ કરતા કરીના કપૂરે તેની તુલના પોતાના જીરો ફિગર સાથે કરી નાખી. તેમણે કહ્યુ હું પાતળી છુ અને હલ્કી પણ. આ લેપટોપ પણ આવો જ છે. હવે એ તો ખબર નથી કે લેપટોપે કરીના જેવા દેખાવ માટે કેટલી મહેનત કરી પરંતુ એ તો નક્કી છે કે તેની જીરો ફિગરની કોઈ આલોચના નહી કરે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કરીના જેવી પોતાની ફિગર બનાવવાના ચક્કરમાં કેટલીય છોકરીઓ બીમાર જેવી થઈ રહી હતી. જેને કારણે તેના જીરો ફિગરના ફંડાની આલોચના શરૂ થઈ ગઈ હતી.

જો કે લેપટોપનો પ્રચાર અને પ્રસાર કરનાર્રી કરીનાનુ કહેવુ છે કે તે પોતે આધુનિક તકનીકોની આદી નથી. અલબત્ત તે ઈંટરનેટનો ઉપયોગ જરૂર કરે છે. ખાસ કરીને જ્યારે એ પોતાના કામકાજ નિમિત્તે પોતાના મિત્રો અને પરિવારથી દૂર રહે છે ત્યારે તે નેટની મદદથી સર્વના સંપર્કમાં રહે છે. જો કે લેપટોપની જીરો ફિગર કામ કરે કે ન કરે, કરીનાની જીરો ફિગર કામ કરી રહી છે અને એ દિવસો દિવસ આગળ વધી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: લેપટોપ, કરીના, જીરો ફિગર, બોલીવુડ