નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મુગ્ધા-મિથુનનો બ્રેક અપ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
બોલીવુડમાં આ વાતની ચર્ચા છે કે છેલ્લા પાંચ વર્ષથી રોમાંસ કરી રહેલ મુગ્ધા ગોડસે અને મિથુન પુરંદરે વચ્ચે બ્રેક અપ થઈ ગયો છે. મિથુન અને મુગ્ધા એ સમયથી એકબીજાને જાણે છે જ્યારે મુગ્ધાએ અભિનયની દુનિયામાં પગ પણ નહોતો મુક્યો. જુદા થવાનુ કોઈ નિશ્ચિત કારણ સામે નથી આવ્યુ.

સૂત્રોનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંને વચ્ચે સારા સંબંધ નહોતા. સ્થિતિ સાચવવાની બંનેયે ઘણી કોશિશ કરી, પરંતુ જ્યારે વાત ન બની તો તેમણે ખુશીથી જુદા થવાનો નિર્ણય લઈ લીધો

મુગ્ધા હંમેશ મિથુનના વિશે વાત કરવાથી બચતી હતી. તેણે હંમેશા ધ્યાન રાખ્યુ હતુ કે તેના અને મિથુનના સંબંધોની ચર્ચા ન થાય. મિથુન પણ એક મોડલ છે અને અભિનયની દુનિયામાં નામ કમાવવા માંગે છે.

મુગ્ધાની 'જેલ' પ્રદર્શિત થવાની છે અને આવનારા દિવસોમાં એ વ્યસ્ત છે. કદાચ હવે એ પોતાના કામ પર વધુ ધ્યાન આપી શકશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મુગ્ધા, મિથુન, જેલ, મોડલ