નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અમિતાભ વૃત્તચિત્રને પોતાનો અવાજ આપશે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

W.D
મુંબઈ હુમલાને એક વર્ષ પુરૂ થઈ ગયુ હોવાના પ્રસંગ પર એક ટીવી ચેનલ દ્વારા શ્રધ્ધાંજલિ સ્વરૂપ બનાવવામાં આવી રહેલ વૃત્તચિત્રને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપે તેવી શક્યતા છે

અમિતાભે પોતાના બ્લોગ પર આ વાતનો ખુલાસો કર્યો છે. અમિતાભે લખ્યુ છે કે એક ચેનલના પ્રતિનિધિઓ મને મળ્યા. તેમની ચેનલ 26-11 હુમલાને એક વર્ષ પુરૂ થવા પર વૃત્તચિત્ર બનાવવા જઈ રહ્યુ છે અને તેમની ઈચ્છા છે કે હુ તેમા પોતાનો અવાજ આપુ. અમે આ વિશે વાત જરૂર કરીશુ.

તેમણે લખ્યુ છે કે આ ચેનલે મને એક ફોરમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. ચેનલ સંપાદક અને સમાજના સ્ત્રી-પુરૂષોનો એક ફોરમ બનાવવા માંગે છે. , જે તેમના મુજબ ઈલેક્ટ્રોનિક મીડિયા પર બતાવવામાં આવનારી લોકાયુક્તના રૂપમાં કાર્ય કરશે.

અમિતાભે લખ્યુ છે કે હુ તેમના આ પ્રયત્નનુ નિશ્ચિત રૂપે સન્માન કરીશ અને આ જરૂરી કાર્યમાં ખુશી પૂર્વક મારો ફાળો આપીશ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અમિતાભ, વૃતચિત્ર, બ્લોગ