નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પા : બાળક બનવુ સહેલુ નહોતુ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
આ વયે પણ અમિતાભ બચ્ચનનો અભિનય પ્રત્યે જુનુન ઓછો નથી થયો. તેઓ હજુ પણ પોતાની દરેક ભૂમિકામાં એવી મહેનત કરે છે જાણે કે તેમનો આ પહેલો અભિનય હોય.

અમિતાભની આવનારી ફિલ્મ 'પા' છે, જેની રિલીજને લઈને બિગ-બી ઉત્સાહમાં છે. પોતાના બ્લોગ પર તેઓ લખી ચૂક્યા છે કે તેઓ આતુરતાથી 'પા'ના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી દર્શકોની પ્રતિક્રિયા તેમના સુધી પહોંચી શકે.

બિગ બી ની મહેનત જોઈને ફિલ્મ યૂનિટ પણ આશ્ચર્યમાં પડી ગયુ હતુ. અમિતાભે આ ફિલ્મમાં 13 વર્ષના બાળકની ભૂમિકા ભજવી છે, જે પ્રાગેરિયા નામની બીમારીથી પીડિત છે. અમિતાભને 13 વર્ષના બતાવવા સહેલી વાત નહોતી. તેમનુ લુક આ ફિલ્મમાં એકદમ જુદુ છે. પરંતુ દરેક પડકાર સ્વીકારનારા અમિતાભે હિમંત ન હારી.

શૂટિંગ શરૂ થવાના 4 કલાક પહેલા તેમનો મેકઅપ થવો શરૂ થઈ જતો હતો. ચાર કલાક પછી તેઓ શૂટિંગ માટે તૈયાર થઈ શકતા હતા. આ દરમિયાન તેઓ વધુ ખાઈ-પી શકતા પણ નહોતા. બે કલાક તેમને મેકઅપ ઉતારવામાં લાગતા હતા. મેકઅપને કારણે તેમને એલર્જી થઈ જતી હતી.

મેકઅપ પછી અમિતાભનો દેખાવ એકદમ બદલાઈ જતો હતો. શૂટિંગ જોવા માટે લોકો અમિતાભને સેટ પર શોધતા હતા અને પાસે ઉભેલા અમિતાભને ઓળખી નહોતા શકતા.

અભિષેક આ ફિલ્મમાં અમિતાભના પિતા બન્યા છે. તેમના મુજબ તેઓ પણ પોતાના પિતાનુ અભિનય પ્રત્યે આટલુ સમર્પણ જોઈને દંગ રહી ગયા હતા. તેમણે અને વિદ્યા બાલને અમિતાભ પાસેથી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણુ શીખ્યુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પા, અમિતાભ, અભિષેક, વિદ્યા બાલન