નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિર બન્યા રોમાંટિક
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણના આ રૂપને જોઈને આમિર રોમાંટિક થઈ રહ્યા છે. પરંતુ અફસોસની વાત એ છે કે તેમની પત્ની કિરણ આ સમયે તેમની પાસે નથી. એ પંચગિનીમાં પોતાની ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે.

કિરણને આમિર એટલા મિસ કરી રહ્યા છે કે બ્લોગ પર તેમણે પોતાના દિલની હાલત લખી નાખી. આમિર લખે છે કે આ વાતાવરણમાં એ ચા નો આનંદ ઉઠાવી રહ્યા છે, પરંતુ કિરણની ઉણપ તેઓ અનુભવી રહ્યા છે.

વધુમાં તેઓ લખે છે કે મને આ સમયે 'રોટી કપડા ઔર મકાન'નુ એ ગીત યાદ આવી રહ્યુ છે જે ઝીન્નત અમાન અને મનોજ કુમાર પર ફિલ્માવ્યુ હતુ. વરસાદ પડી રહ્યો છે અને મનોજ કુમારને કામ પર જવાનુ છે. ઝીન્નત આ જોઈને ગીત ગાય છે 'હાય હાય યે મજબૂરી, યે મૌસમ યે દૂરી, મુજે પલ પલ હૈ તડપાયે, તેરી દો ટકિયા કી નૌકરીમેં મેરા લાખો કા સાવન જાયે'.

આ ગીત દ્વારા આમિર કિરણને પોતાના દિલની હાલત બતાવી દીધી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આમિર, કિરણ, રોમાંટિક