નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ઓમ પુરીની પત્નીએ ખોલ્યુ રહસ્ય
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
પ્રસિધ્ધ અભિનેતા ઓમપુરીની પત્ની નંદિતાએ પોતાના પતિ પર 'અનલાઈકલી હીરો : ધ સ્ટોરી ઓફ ઓમ પુરી' નામનુ પુસ્તક લખ્યુ છે જેમા તેમણે ઓમ પુરીની જીંદગીના કેટલાક એવા રહસ્ય બતાવી દીધા છે કે જેનાથી હાલ ઓમપુરી પોતાની પત્નીથી ખૂબ જ નારાજ છે. ઓમ પુરીનુ કહેવુ છે એક તેમની પત્નીએ પુસ્તક છાપતા પહેલા વાંચવા નહોતુ દીધુ.

આ પુસ્તકમાં નંદિતાએ ખુલાસો કર્યો છે કે તેમના પતિએ માત્ર 14 વર્ષની ઉમંરમાં જ પોતાની નોકરાણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાથે જ લક્ષ્મી નામની સ્ત્રી સાથે પણ તેમના સંબંધો હતા.

ઓમ પુરીના કહેવા મુજબ એક પતિ હોવાને નાતે તેમણે પોતાની પત્નીની સામે આ વાતો કરી હતી, જેના વિશે કોઈ નથી જાણતુ. પરંતુ મારા પર લખેલ પુસ્તકમાં આના વિશે લખીને તેમણે સનસની ફેલાવવા માટે આવુ કર્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઓમપુરી, અનલાઈકલી હીરો ધ સ્ટોરી ઓફ ઓમ પુરી