નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિર ખાન કરીનાને લઈને ફિલ્મ બનાવશે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
કરીનાનો જાદૂ આમિર ખાન પર ચાલી ગયો છે. 25 ડિસેમ્બરના રોજ રજૂ થનારી ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'માં બંનેયે સાથે કામ કર્યુ છે. જ્યારથી આમિરે કરીનાની સાથે આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કર્યુ હતુ, ત્યારથી તે કરીનના ગુણગાન ગાઈ રહ્યા છે.

આમિર મુજબ કરીના કપૂર વર્તમાન સમયની સૌથી સુંદર અભિનેત્રી છે. વખાણ કોને ન ગમે અને એ પણ સુંદરતાના.

સાંભળ્યુ છે કે કરીનાની સાથે તે એક ફિલ્મમાં કામ કર્યા પછી પણ આમિરનુ મન નથી ભરાયુ. તે કરીનાને લઈને એક ફિલ્મ બનાવવા માંગે છે, જે એક રોમાંટિક વાર્તા પર આધારિત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ 'થ્રી ઈડિયટ્સ' રજૂ થયા પછી આમિર આ ફિલ્મ પર કામ કરવાની શરૂઆત કરશે.

બીજી બાજુ કરીનાએ પણ આમિરને મહાન અભિનેતા બતાવવાનુ શરૂ કરી દીધુ છે. તે આ સમયે સેફ અલી ખાનથી વધુ આમિરના વિશે વાત કરવી પસંદ કરે છે. બિચારા સેફ જરૂર અનસેફ અનુભવી રહ્યા હશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કરીના, આમિર, થ્રી ઈડિયટ્સ