નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મને રસોઈ બનાવતા નથી આવડતી - કરિશ્મા કપૂર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
સામાન્ય રીતે આપણે એવુ માનીએ છીએ કે દરેક છોકરીને રસોઈ બનાવતા આવડતી જ હોય છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે એક જમાનાની જાણીતી અભિનેત્રી અને કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરને રસોઈ બનાવતા નથી આવડતી. હા, તેને અવનવા સ્વાદિષ્ટ વ્યંજનો ખાવા ગમે છે. તે રસપૂર્વક દરેક વાનગીનો સ્વાદ માણે છે, પરંતુ બનાવવા બાબતે જીરો છે. તે સ્પષ્ટ કહે છે એક મને તો કશુ જ બનાવતા જ નથી આવડતુ. હું તો બસ ખાવુ જાણુ છુ. મને માત્ર ચા, કોફી અને આમલેટ બનાવતા જ આવડે છે. તે ખાવા બાબતે કોઈ પરેજ નથી કરતી. 35 વર્ષની આ હીરોઈનનુ કહેવુ છે કે હુ ડાયેટિંગ કરવાના પક્ષમાં બિલકુલ નથી

એક બાળકીની માતા કરીશ્મા ફરી પ્રેગનેંટ છે. તેથી તે આ દિવસો દરમિયાન ખાવા-પીવામાં ઘણી કાળજી રાખી રહી છે. ખાવા-પીવામાં આટલી શોખીન હોવા છત કરિશ્મા આજે પણ વર્તમાન સમયની અભિનેત્રીઓ જેવી જ આકર્ષક લાગે છે. તેને આશા છે કે એકવાર ફરીથી પોતાના અભિનય દ્વારા દર્શકોને મોહિત કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સન 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી કરિશ્માએ ફિલ્મોમાં કામ કરવુ બંધ કરે દીધુ હતુ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેની નાની બહેન કરિનાની જીરો ફિગરના પ્રચાર દરમિયાન કરિશ્માએ કહ્યુ હતુ કે એ પોતાની ફિટનેસને લઈને આટલી ઘેલી નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કરિશ્મા, કરીના, અભિનય