સલમાનને લાફો માર્યો

સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો સલમાન ખાનને નવી દિલ્લીમીં એક પાર્ટી દરમિયાન નશામાં ધૂત એક છોકરીએ લાફો મારી દીધો. ગરમ મગજના સલમાને છતા મગજ શાંત રાખ્યુ અને સુરક્ષા અધિકારીઓને એ છોકરીને બહાર લઈ જવાનુ કહ્યુ. છોકરીનુ નામ મોનિકા બતાવવામાં આવી રહ્યુ છે, જેના પિતા બિલ્ડર છે. એક ફેશન શો પછી એક પ્રાઈવેટ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જ એમા સલમાન સોહેલ ખાન, સુષ્મિતા સેન, રિયા સેન સહિત ઘણી જાણીતી હસ્તિઓ હાજર હતી. મોનિકાને આ પાર્ટીમાં આમંત્રિત નહોતી કરવામાં આવી, છતાં તે અંદર જવાની જીદ કરવા માંડી. તે હોશમાં નહોતી અને બૂમો પાડી રહી હતી. તેણે સુષ્મિતા સેનને અપશબ્દો કહ્યા. મોનિકાનો વ્યવ્હાર જોઈ સોહેલ ખાને ગાર્ડને કહ્યુ કે તે મોનિકાને અંદર ન આવવા દે. આ દરમિયાન સલમાન પણ ત્યાં આવી પહોંચ્યા અને મોનિકાએ સલ્લૂને એક લાફો મારી દીધો. પરંતુ સલમાને પોતાનો સંયમ ન ખોયો, અને એ છોકરીને બહાર જવાનુ કહ્યુ.