નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શિલ્પા અને રાજ આજે સાત ફેરા લેશે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

W.D
બોલીવુડ સુંદરી શિલ્પા શેટ્ટી પોતાના મંગેતર ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે આજે લગ્ન બંધનમાં બંધાય જશે. વિવાહ સમારંભ રાજના મિત્ર કિરણ બાવાના ખંડાલામાં આવેલ ફાર્મ હાઉસ પર થશે.

શનિવારે રાજ-શિલ્પા બંનેના ઘરે મહેંદીનો રિવાજ પૂરો કરવામાં આવ્યો. આયોજનમાં શિલ્પાની ફેમિલી અને ખાસ મિત્રોનો પણ સમાવેશ હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે યૂપી બિહાર લૂંટનારી આ અભિનેત્રી માટે જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કપડા ડિઝાઈન કર્યા છે, બીજી બાજુ રાજ શાંતનૂ દ્વારા તૈયાર કપડાં પહેરીને શિલ્પાની ઘરે વરઘોડો લઈને આવશે. પારિવારિક સૂત્રો મુજબ લગ્ન પછી શિલ્પા અને રાજ વેંકટેશ ભગવાનના દર્શન કરવા માટે તિરૂપતિ પણ જશે.

શિલ્પાના લગ્ન કવર કરવા માટે બ્રિટનની પ્રખ્યાત પત્રિકા 'હેલો'એ 50 લાખ રૂપિયાની રજૂઆત કરી હતી, પરંતુ શિલ્પાએ ના પાડી દીધી. મેગેઝીનની શરત હતી કે સમારંભમાં કોઈ પણ મહેમાન મોબાઈલ લઈને ન આવે. આ ઉપરાંત ફોટોગ્રાફરોને પણ લગ્નથી દૂર રાખવામા આવે. આ બંને શરતો શિલ્પાને મંજૂર નહોતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શિલ્પા, રાજ, લગ્ન, બોલીવુડ