નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » રાજ કુદ્રાની થઈ ગઈ શિલ્પા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 
IFM
બોલીવુડ અભિનેત્રી શિલ્પાએ રવિવારે ખંડાલામાં ભવ્ય ઉત્સવભર્યા વાતાવરણમાં લંડન સ્થિત વેપારી રાજ કુંદ્રાની સાથે સાત ફેરા લઈ લીધા. 34 વર્ષીય શિલ્પા મુંબઈથી સો કિમી દૂર ખંડાલામાં કિરણ બાવાના વિલામાં આયોજીત પારંપારિક મંગલોરિયન સમારંભમાં રાજની સાથે વિવાહ બંધનમાં બંધાય ગઈ. લગ્ન સમારંભથી મીડિયાને છેટુ રાખવામાં આવ્યુ અને શિલ્પાએ બોલીવુડના પસંદગીના લોકોને જ આમંત્રિત કર્યા. મહેમાનોમાં ફક્ત સન્ની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી ભગનાની અને વાસુ ભગનાની મુખ્ય હતા. શિલ્પાનુ આ પ્રથમ લગ્ન છે, જ્યારે કે રાજ કુદ્રા છુટાછેડા લીધેલ છે અને તેમની એક પુત્રી પણ છે. સમારંભમાં મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી. સંગીતની મહેફિલનુ પણ આયોજન કરવામાં આવ્યુ જેમા રાજ અને શિલ્પાએ ખૂબ ઠુમકા લગાવ્યા. મેહમાનો પણ મસ્તીમાં ડૂબેલા રહ્યા. શિલ્પાએ મંગળવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભવ્ય રિસેપ્શનનુ આયોજન કર્યુ છે, જેમા બોલીવુડ અને ક્રિકેટ જગત સાથે સંકળાયેલી હસ્તિઓ હાજરી આપશે.

શિલ્પાના લગ્નની ફોટો ગેલેરી જોવા ક્લિક કરો
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: રાજશિલ્પા, લગ્ન સમારંભ