બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વર્તમાન સમયમાં પોતાની બહુચર્ચિત ફિલ્મ 'પા'ના પ્રીમિયરની તૈયારીઓમાં લાગ્યા છે. પ્રીમિયરને ઉત્તમ બનાવવા સતત કામમાં વ્યસ્ત અમિતાભની તૈયારી કોઈ યુધ્ધની તૈયારી કરતા ઓછી નથી લાગતી.
અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યુ છે કે મેં આખી રાત બેસીને લગભગ 900 આમંત્રણ પત્ર પર સાઈન કરી. ઘણા લોકોને મેં વ્યક્તિગતરૂપે ત્રણ ડિસેમ્બરના રોજ આઈમેક્સ વડાલામાં થનારા પ્રીમિયર માટે બોલાવ્યા છે. આ કામમાં મારી હથેળીઓમાં દુ:ખાવો થઈ ગયો પરંતુ આ તો હજુ પ્રથ ચરણ જ છે. તેમને લખ્યુ છે કે બીજુ ચરણ વધુ જટિલ થવાનુ છે. બેસવાની વ્યવસ્થા દેખવા ઉપરાંત લોકોને ઔપચારિક નિમંત્રણ મોકલવુ અને પછી સમગ્ર સમારંભની વ્યવસ્થાની દેખરેખ કરવી. મને લાગી રહ્યુ છે કે આ કોઈ યુધ્ધની તૈયારીથી ઓછુ નથી. અમિતાભે લખ્યુ છે કે આ ઉપરાંત હજુ પિતાજીના જન્મદિવસના કાર્યક્રમ માટે પણ લોકોને આમંત્રણ આપવાનુ છે.