નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સલમાન બ્લોગ લોંચ કરશે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

P.R
સલમાનના પિતા સલીમ ખાનનો આજે (24 નવેમ્બર)ના રોજ જન્મ દિવસ છે અને ગિફ્ટના રૂપમાં સલમાન પોતાનો બ્લોગ આજે લોંચ કર્યો છે, જેમાં તેઓ પોતાની આવનારી ફિલ્મ 'વીર' વિશે પ્રશંસકોને બતાવશે.

નિર્માતા વિજય ગલાની અને ઈરોજ ઈંટરટેનમેંટની ફિલ્મ 'વીર'ની વાર્તા સલમાને જાતે જ લખી છે. અને આ ફિલ્મ તેમના દિલની ખૂબ જ નજીક છે, જેના વિશે સલમાન ઘણીવાર કહી ચૂક્યા છે.

નિર્માતા વિજય ગલાની આ વિશે કહે છે કે 'વીર' સલમાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જ્યારે અમે તેમણે કહ્યુ કે તેઓ શૂટિંગ દરમિયાન થયેલ અનુભવોને બ્લોગના દ્વારા લોકોની સાથે શેર કરે ત્યારે સલમાનને આ વિચાર ગમ્યો. તેમણે કહ્યુ કે તેઓ પોતાના પિતાના જન્મદિવસે આ કામ શરૂ કરશે અને આ તેમના પિતાના જન્મદિવસની ભેટ હશે.

વિજય પોતાની વાત આગળ વધારતા કહે છે કે 'સલીમ સાહેબ એ પસંદગીના લોકોમાંથી છે, જેમણે ફિલ્મના અંશ જોયા છે અને તેમણે ફિલ્મ સારી લાગી. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. તેથી સલમાને બ્લોગ તેમના પિતાના જન્મદિવસના રોજ લોંચ કરવાનો વિચાર કર્યો. બ્લોગમાં સલમાન બતાવશે કે 'વીર'કેવી રીતે શરૂ થઈ ? શુ મુસીબતો આવી ? અને શૂટિંગના શુ અનુભવ રહ્યા ?

'વીર' એક પીરિયડ ફિલ્મ છે અને મોટા પાયા પર રિસર્ચ કરી બનાવવામાં આવી છે. આ ફિલ્મનુ શૂટિંગ 150 દિવસ સુધી ચાલ્યુ.

નિર્માતા ગલાની કહે છે 'બ્લોગ સલમાન જાતે લખશે. અમારી ઈચ્છા છે કે તેઓ રોજ આને અપડેટ કરે, પરંતુ શક્ય ન બન્યુ તો કમ સે કમ એકાદ અઠવાડિયામાં તો જરૂર અપડેટ કરે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સલમાન, બ્લોગ, સલીમ