બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાની ફિલ્મ 'વીર' વિશે 20 વર્ષ પહેલા વિચાર્યુ હતુ. પિંડારીના સૈનિકોના શોષણ પર આ ફિલ્મ બનાવવાની તેમની આ કલ્પના 20 વર્ષ પહેલા હતી.
સલમાને પોતાના બ્લોગમાં લખ્યુ છે કે મેં 20 વર્ષ પહેલા વીર વિશે વિચાર્યુ હતુ. તેથી આને મારી સૌથી વધુ પ્રતિક્ષિત ફિલ્મ કહી શકાય છે. સલમાને લખ્યુ છે કે 1990માં જ્યારે આ તેઓ ફિલ્મ બાગીનુ શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે આની વાર્તા લખી હતી. આ ફિલ્મ એક સૈનિક વીરની પ્રેમકથા છે. 'વીર' 1857ની પુષ્ઠભૂમિ પર બનેલી એક લવસ્ટોરી છે. સલમાને આને માટે પોતાની બોડીને તૈયાર કરી છે.
સલમાનની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વીર' 22 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે.