બોલીવુડમાં ચર્ચા છે કે હોટ કપલ રણબીર કપૂર અને દિપિકા પાદુકોણ વચ્ચે બ્રેકઅપ થઈ ગયો છે અને બંનેએ રોમાંસ છોડી અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ ચર્ચાને થોડા દિવસ પહેલા બનેલ એક ઘટનાથી વધુ બળ મળ્યુ છે. વાત એમ છે કે થોડા દિવસો પહેલા એક નિર્માતા દિપિકા પાસે એક ફિલ્મનો પ્રસ્તાવ લઈને ગયા, જેમા હીરો રણબીર કપૂર છે.
નિર્માતાને આશા હતી કે રણબીરનુ નામ સાંભળી દીપિકા તરત જ હા પાડી દેશે. સ્ક્રિપ્ટ અને રોલને લઈને માથાકૂટ નહી કરે. સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાએ રણબીરનુ નામ સાંભળતા જ ફિલ્મનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. એટલે કે તે રણબીરની સાથે કામ પણ નથી કરવા માંગતી.