ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

'વીર'નો પ્રોમો

'વીર' ને નવા વર્ષમાં રીલીજ થનારી પહેલી મોટી ફિલ્મ કહી શકાય છે. આ ફિલ્મ સાથે અનિલ શર્મા અને સલમાન ખાન જેવા મોટા નામ જોડાયેલા છે. અનિલે 'ગદર' જેવી સુપરહિટ ફિલ્મ નિર્દેશિત કરી છે. બીજી બાજુ સલમાનનુ નામ ઘણી હિટ ફિલ્મો સાથે જોડાયુ છે.

'વીર' એક પીરિયડ ફિલ્મ છે, જેની વાર્તામાં સલમાને વર્ષો પહેલા લખી હતી. સલમાનનુ કહેવુ છે કે 'વીર' દ્વારા તેનુ સપનુ પુરૂ થયુ છે. પિંડારે સૈનિકની ભૂમિકામાં સલમાન ફિલ્મમાં જોવા મળશે. 1875ની આ વાર્તામાં પિતા-પુત્રના સંબંધોને મહત્વ આપવામાં આવ્યુ છે.

22 જાન્યુઆરી 2010માં રજૂ થનારી આ ફિલ્મમાં જૈકી શ્રોફ, મિથુન ચક્રવર્તી અને સોહેલ ખાને પણ મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે કે જરીન ખાન સલમાનની નાયિકા બની છે.

'વીર' ફિલ્મની ફોટોગેલેરી જોવા માટે ક્લિક કરો