નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » 60 વર્ષના થયા રજનીકાંત
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત 60 વર્ષના થઈ ગયા. હાલ તેઓ કરોડો રૂપિયાના બજેટવાળી ફિલ્મ 'ઈનથરિન' ના શૂટિંગમાં વ્યસ્ત છે.

તેમના નજીકના સૂત્રોએ જણાવ્યુ કે રજની શૂટિંગ માટે શહેરથી બહાર ગયા છે. જો કે આનાથી રજનીકાંતના પ્રશંસકોનો ઉત્સાહ જરાપણ ઓછો થયો નહી અને તેમણે પુરા જોશથી પોતાના લાડલા અભિનેતાનો જન્મદિવસ ઉજવ્યો. સાહીઠ વર્ષ પૂરા થવાને તમિલમાં 'મણિવિઝા' કહે છે.

ચેન્નઈ સહિત રાજ્યના બીજા શહેરોમાં દિવાલો પર રજનીકાંતના પોસ્ટરો ચિપકાવી દીધા હતા. કેટલાક લોકોએ મંદિરોમાં વિશેષ પૂજા પણ કરી. રજનીના કેટલાક પ્રશંસકોએ રાજનીતિમાં તેમના શક્યત પ્રવેશ પર વાતચીત પણ કરી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષોથી રજનીકાંત આ વિશે કંઈપણ બોલવાનુ ટાળે છે. આ અવસર પર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિ અને તેમના પુત્ર ઉપમુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રજનીકાંતને તેમની સાહીઠમી વર્ષગાંઠ પર ફોન પર શુભેચ્છાઓ પાઠવી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: રજનીકાંત, જન્મદિવસ