નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કરીના-શાહિદ : વેલેંટાઈન ડે પર એકસાથે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

સેફ અલી ખાને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વેલેંટાઈન ડે પર શાહિદ કપૂર અને કરીના કપૂરે ફરી મિત્ર બનવાનુ નથી વિચાર્યુ, પરંતુ તેમની વર્ષોથી અટવાયેલી ફિલ્મ 'મિલેંગે-મિલેંગે' આ દિવસે રજૂ થઈ શકે છે.

બોની કપૂર દ્વારા નિર્મિત અને સતીષ કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઘણા દિવસોથી તૈયાર પડી છે, પરંતુ ખબર નહી કેમ હજુ સુધી રજૂ નથી થઈ શકી. હવે બોની આ ફિલ્મને રીલિઝ કરવા માંગે છે અને તેમનુ માનવુ છે કે વેલેંટાઈન ડે થી સારી તારીખ આ ફિલ્મ માટે બીજી કોઈ નથી.

શાહિદ અને કરીનાની આ ફિલ્મ તે સમયની હતી જ્યારે તેમના રોમાંસની ઘણી ચર્ચા હતી. આ વાતનો ફાયદો ઉઠાવવા માટે બંનેને લઈને આ ફિલ્મ બોનીએ બનાવી નાખી. પરંતુ આ રજૂ ન થઈ શકી. જ્યા સુધી શાહિદ અને કરીનાનો રોમાંસ ચાલ્યો ત્યાં સુધી બંનેની સાથે કરવામાં આવેલ ફિલ્મ અસફળ રહી, પરંતુ બ્રેકઅપ પછી 'જબ વી મેટ' સફળ રહી.

'મિલેંગે-મિલેંગે' ફિલ્મ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ શાહિદ અને કરીનાની જોડીને 'જબ વી મેટ'માં ખૂબ પસંદ કરવામાં આવી અને આ ફિલ્મ પછી બંન્નેની એકસાથે કોઈ ફિલ્મ ન આવી. ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી, કારણકે હવે બંને કદાચ જ એકસાથે ફિલ્મ કરે. 'મિલેંગે-મિલેંગે' આ જોડીની છેલ્લી ફિલ્મ છે, જેનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત વેલેંટાઈન ડે પર ચારેબાજુ રોમાંટિક વાતાવરણ રહે છે, તેનો પણ ફાયદો આ રોમાંટિક ફિલ્મને મળી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કરીના કપૂર, બોલીવુડ, મિલેંગેમિલેંગે