ટૂંક સમયમાં જ 'પા' ફિલ્મનુ નામ ગિનીઝ બુકમાં જોડાવાની શક્યતા છે. આ એકમાત્રે એવી ફિલ્મ છે, જેમા રિયલ લાઈફ પિતા-પુત્રએ રીલ લાઈફમાં ઉલટ ભૂમિકા ભજવી છે. એટલે કે અભિષેકના પિતા અમિતાભ છે, પરંતુ ફિલ્મમાં એ તેમના પુત્ર બન્યા છે. આવુ બીજુ કોઈ ઉદાહરન ફિલ્મોમાં જોવા નથી મળ્યુ. આ ઉપરાંત 67 વર્ષીય અભિનેતાએ 12 વર્ષના બાળકની ભૂમિકા ભજવી છે, અને 31 વર્ષીય વિદ્યાએ 67 વર્ષીય અભિનેતાની મા બની છે. આ પણ એક અનોખો રેકોર્ડ છે.
અમિતાભ બચ્ચને 13 વર્ષના ઓરોની ભૂમિકા ભજવી છે જે પ્રોજેરિયા નામની બીમારીથી ગ્રસ્ત છે. અમિતાભના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ અને લોકોને ખબર જ ના પડી કે ઓરોનુ પાત્ર જેમણે પડદાં પર ભજવ્યુ છે એ સાચે જ અમિતાભ છે.