બોલીવુડ અભિનેતા આમિર ખાને હાલ પોતાની ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'ના પ્રમોશનને કારણે જુદી જુદી વેશભૂષા કરીને શહેરોમાં ફરવાનુ ચાલુ કર્યુ છે. આમિરની આ મસ્તી ચંદૌલીના એક હોટલના સ્ટાફને ભારે પડી. મુગલસરાય પોલીસે હોટલને નોટિસ આપીને જવાબ માંગ્યો છે કે આમિર ખાનની રોકાવાની માહિતી તેમણે કેમ ન આપવામાં આવી.
આમિર ચદૌલી ગયા અને વેશ બદલી એક હોટલમાં ઉતર્યા. હવે પોલીસે હોટલ સ્ટાફ પાસે જવાબ માંગ્યો છે કે તેમની ઓળખાણની ખાતરી કર્યા વગર તેમણે આમિરને રૂમ કેવી રીતે આપી દીધો અને જો હોટલ સ્ટાફને આમિર ખાન વિશે માહિતી હતી તો તેમણે પોલીસને આ વિશે જાણ કેમ ન કરી. મુગલસરાય પોલીસે સરસ્વતી હોટલને નોટિસ આપીને જવાબ માંગ્યો છે કે આમિર ખાન દ્વારા તેમના હોટલમાં રોકાવવાની માહિતી તેમણે પોલીસને કેમ ન આપી.