નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » દીપિકાના ટેટુથી આશુતોષ પરેશાન
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
આશુતોશ ગોવારિકરે દીપિકા પાદુકોણને તેના ગળાની પાછળના ભાગમાં બનેલુ રણબીરના નામનુ ટેંટૂ સંતાડવાની સલાહ આપી છે.

રણવીરના સંબંધોની દરાર પછી ફક્ત દીપિકા જ આ ટેટૂથી પરેશાન હતી, પરંતુ હવે આ ટેંટૂએ તેમની સાથે કામ કરનારાઓને પણ પરેશાન કરી મૂક્યા છે. લાખ પ્રયત્નો કરવા છતા તે દર વખતે ટેટૂને નથી છિપાવી શકતી.

ફિલ્મ 'ખેલે હમ જી જાન સે'ના શૂટિંગ દરમિયાન પણ કંઈક આવુ જ થયુ. આવનારી આ ફિલ્મમાં દીપિકા એક સ્વતંત્રતા સેનાનીનુ પાત્ર ભજવશે અને જેને માટે તેણે એક ખાસ રૂપ આપવામાં આવ્યુ છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન વારંવાર ટેટૂ દેખાય રહ્યુ હતુ અને આ વાત ફિલ્મના નિર્દેશક આશુતોષને પસંદ ન આવી. આશુએ દીપિકા પ્રત્યે નારાજગી બતાવી અને પછી તેણે આ ટેટૂને કોઈપણ રીતે છુપાવવાનુ કહ્યુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આશુતોષ, દીપિકા, રણવીર, ટેટૂ, ખેલે હમ જી જાન સે