3 ઈડિયટ્સ સાથે રાજનીતિ

ફિલ્મનુ પ્રમોશન આજે ફિલ્મ નિર્માણથી પણ વધુ મહત્વપૂર્ણ થઈ ગયુ છે. પેકેજિંગ સુંદર અને આકર્ષક હોવુ જોઈએ, ભલે અંદરથી માલ કેવો પણ હોય. બધા કલાકારો દર્શકોને લલચાવવા નવી નવી રીત અપનાવે છે. '
થ્રી ઈડિયટ્સ'ને માટે વર્તમાન સમયમાં આમિરખાન અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે અને વેશ બદલી બદલીને શહેર શહેર ફરી રહ્યા છે. શાહરૂખ ખાનની 'માય નેમ ઈઝ ખાન' 12 ફેબ્રુઆરીએ રજૂ થવાની છે, પરંતુ થોડા દિવસો પહેલા આ ફિલ્મના ફર્સ્ટ લુકને ઘણા દેશોમાં બતાવવામાં આવ્યુ અને ફિલ્મનુ માર્કેટિંગ શરૂ થઈ ગયુ. પ્રકાશ ઝાની ફિલ્મ 'રાજનીતિ' મે મહિનામાં રજૂ થવાની છે. પરંતુ બધા અત્યારથી જ પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. રાજનીતિનો પ્રથમ પ્રોમો દર્શકોને થ્રી ઈડિયટ્સની સાથે જોવા મળશે. જો કે આ વાતની શક્યતા છે કે 'થ્રી' ઈડિયટ્સ જોરદાર શરૂઆત કરશે, પરંતુ વધુ દર્શકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે પ્રકાશ ઝા આ ફિલ્મની સાથે 'રાજનીતિ'નો પ્રથમ પ્રોમો રજૂ કરશે. '
રાજનીતિ' મહાભારતનુ આધુનિક સંસ્કરણ છે. રણવીર કપૂર, અજય દેવગન, કેટરીના કેફ અને નાના પાટેકર જેવા કલાકારોએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વર્ષ 2010ની મોટી ફિલ્મોમાં 'રાજનીતિ' નુ નામ પણ લેવામાં આવી રહ્યુ છે.