નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » વિવેક સંબંધો સુધારી રહ્યા છે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

N.D
ઘણા દિવસો સુધી આમતેમ ભટક્યા પછી વિવેક ઓબેરોયને એક સારો મિત્ર મળી ગયો છે. આ મિત્રએ માત્ર સલાહ આપી જ નહી પરંતુ વિવેકને એ સલાહના સારા પરિણામ પણ મળવા લાગ્યા છે. છેલ્લી કેટલીક ફિલ્મોમાં સારુ કામ કરી ચૂકેલ વિવેકના આ નવા મિત્રને લઈને કોઈ ગેરસમજ ન થાય તે માટે તેમણે પહેલા જ રહસ્ય ખોલી દીધુ છે કે તેમનો આ નવો મિત્ર બીજુ કોઈ નહી પરંતુ શાહરૂખ ખાન છે. એવુ બતાવાય છે કે વિવેક જ્યારે કરણ જોહરની ફિલ્મ 'કુર્બાન'માં કામ કરી રહ્યા હતા ત્યારે શાહરૂખ ખાન સાથે પણ તેમની મુલાકાત થવા માંડી. ત્યારે કિંગ ખાને વિવેકને કેટલાક સારા મંત્ર આપ્યા. જેમાંથી મુખ્ય છે - બીજા સાથે પોતાના સંબંધો સુધારવા. જેનો વિવેકે તરત જ અમલ કર્યો. તાજેતરમાં જ ફિલ્મ 'અવતાર'ના પ્રીમિયર પર વિવેકે બચ્ચન પરિવારને હાય-હલો કહ્યુ. વિવેકને સામેથી પણ ઠીક-ઠીક જવાબ મળ્યો. એવુ બતાવાય રહ્યુ છે કે હવે વિવેક એકતા કપૂર, સંજય દત્ત, આદિત્ય ચોપડા વગેરે સાથે સંબંધો સુધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. શાહરૂખે વિવેકને કહ્યુ છે કે આ બાબતે તેમને જ્યારે પણ તેમની જરૂર પડે ત્યારે તેઓ તેમને મળી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, વિવેક, શાહરૂખ