બોલીવુડની 'ડિપલ બ્યુટી' પ્રીતિ ઝીંટા નવા વર્ષમાં બીજીવાર મોટા પડદાં પર છવાય જવા માટે બેતાબ છે, પરંતુ ફિલ્મ અને જાહેરાત મેળવવા માટે પોતાની સાઈઝ ઝીરો કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
બોલીવુડમાં વર્તમાન દિવસોમાં ભલે બેબો, પ્રિયંકા અને કેટરીના પોતાના રૂપનો જાદુ ચલાવી રહી હોય. પરંતુ આનાથી પ્રીતિ પર કોઈ દબાવ નથી.
તેનુ કહેવુ છે કે - મારુ પોતાનુ આકર્ષણ છે. હુ ક્યારેય હોટ-શોટ મોડલ નથી રહી. લોકો માટે એક સામાન્ય પડોશમાં રહેનારી છોકરી હતી. તેમણે કહ્યુ કે હુ નથી માનતી કે સાઈઝ ઝીરો હોવી જરૂરી છે. મારુ વિચારવુ છે કે સ્વસ્થ રહેવુ વધુ જરૂરી છે. કેટલાક લોકો પ્રાકૃતિક રૂપે પાતળા હોય છે, પરંતુ ભૂખા રહીને સાઈઝ ઝીરો કરવી મૂર્ખામી છે. લાકડી જેવુ દેખાવવુ એ એટલુ પણ કૂલ નથી.