નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મધુબાલાની જીવનીનુ લોકાર્પણ
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
ભારતીય સિને જગતમાં અપ્રતિમ સૌદર્ય અને સશક્ત અભિનય માટે ઓળખાતી અભિનેત્રી મધુબાલાની જીવનીનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.

'મધુબાલા... દર્દ કા સફર' જીવનીનુ લોકાર્પણ ફિલ્મ ડિવીઝન સ્થિત સભાગારમાં આયોજીત કરવામાં આવ્યુ.

આ અવસર પર સાંસદ રાશિદ અલ્વીએ કહ્યુ કે રાજનેતાઓની પ્રસિધ્ધિનો સમય ખૂબ નાનો હોય છે, પરંતુ કલાકારો અને કલમકારોની લોકપ્રિયતા કાલખંડથી ઉપર હોય છે.

તેમણે કહ્યુ કે મધુબાલા જેવા કલાકારને ભલે તેમના જીવન દરમિયાન યોગ્ય સન્માન ન આપવામાં આવ્યુ હોય, પરંતુ એ સદીઓ સુધી રાજ કરતી રહેશે.

આ પ્રસંગ પર પુસ્તકની લેખિકા સુશીલા કુમારીએ કહ્યુ કે મધુબાલા પોતાની જીંદગીમાં ખુશી અને પ્રેમથી વંચિત રહી. તેમને દુ:ખ, એકલતા અને તિરસ્કાર સિવાય કંઈ જ ન મળ્યુ. તેના હસતો ચહેરો જોઈને કદાચ જ તમને આભાસ થાય કે તેની પાછળ કેટલુ ભયાનક દર્દ છિપાયુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મુગલ-એ-આઝમ, મહેલ, હાફ ટિકટ, ફાગુન, ચલતી કા નામ ગાડી અને હાવડા બ્રિઝ જેવી ફિલ્મોમાં અભિનય અને સૌદર્યનો જાદુ બિછાવનારી મધુબાલા માત્ર 36 વર્ષની વયે અવસાન પામી હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મધુબાલા