કેટરીનાએ પોતે જ એકવાર કહ્યુ હતુ કે તે ઋત્વિક રોશન સાથે ફિલ્મ કરવા માંગે છે. ઋત્વિકની સાથે સમસ્યા એ છે કે તે ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે, એવામાં એમની સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થવી એ થોડુ મુશ્કેલ છે. જો કે હવે કેટરીના કેફની આ ઈચ્છા પૂરી થઈ શકે છે.
જાવેદની પુત્રી અને ફરહાનની બહેન જોયા અખ્તરે 'લક બાય ચાંસ'ની અસફળતા ભૂલીને નવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મને માટે ઋત્વિક રોશન અને અભય દેઓલને સાઈન કરી લીધા છે. ઘરની જ ફિલ્મ હોવાથી ફરહાન પણ જોવા મળશે.
નાયકોની આ ટીમમાં ફક્ત એક જ હીરોઈન માટે સ્થાન છે. જોયા એ માટે કોઈ ફેમસ ઈરોઈનને લેવા માંગે છે. તેની નજર કેટરીના કેફ પર છે જેથી કેટ અને ઋત્વિકની જોડી જમાવી શકાય. તે પહેલીવાર સાથે કામ કરશે તેથી આ ફિલ્મનુ આકર્ષણ પણ વધી જશે.
ફિલ્મોની પસંદગીના બાબતે કેટરીના હાલ સાવઘાની રાખી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને ફિલ્મ સાઈન નથી કરી. સૂત્રોનુ કહેવુ છે કે જોયાએ કેટરીનાને પ્રસ્તાવ મોકલ્યો છે. કદાચ ઋત્વિકનો જાદૂ કેટ પર ચાલી જાય અને તે હા, કહી દે. જો એવુ થશે તો પ્રશંસકોને તેમને એકાદ ફિલ્મમાં જોવાની તક મળી જશે.