પ્રસિધ્ધ સંગીતકાર એ.આર. રહેમાનને રવિવારે આયોજીત 52માં ગ્રેમી પુરસ્કાર સમરંભમાં ફિલ્મ 'સ્લમડોગ મિલિયનેયર' માટે બે ગ્રેમી એવોર્ડ મળ્યા છે.
રહેમાનને ડૈની બોયલની ફિલ્મ સ્લમડોગ મિલિયનેયરમાં સર્વશ્રેષ્ઠ સંગીત માટે ગ્રેમી પુરસ્કાર આપવામાં આવ્યો. બીજો ગ્રેમી પુરસ્કાર આ ફિલ્મના ગીત 'જય હો'ને માટે આપવામાં આવ્યો.
જ્યારે રહેમાને બીજા ગ્રેમી એવોર્ડ માટે બોલાવવામાં આવ્યા, તો તેમણે કહ્યુ કે આ ખૂબ ખુશી આપનારા સમાચાર છે. ઈશ્વર ફરી મહેરબાન થયા છે. પુરસ્કાર મેળવ્યા બાદ રહેમાને કહ્યુ કે ઈશ્વર મહાન છે.
'જય હો' ગીતને સુખવિંદર સિંહ, તન્વી શાહ, મહાલક્ષ્મી ઐયર, વિજય પ્રકાશ અને રહેમાને પોતે ગાયુ છે.
રહેમાનને પહેલીવાર ગ્રેમી પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ રહેમાન ગ્રેમી પુરસ્કાર મેળવનારા દેશના મહાન સંગીતજ્ઞો પંડિત રવિશંકર, જાકિર હુસૈન, વિક્કૂ વિનાયક અને વિશ્વમોહન ભટ્ટની શ્રેણીમાં જોડાય ગયા.