દેશની ટોચની ફેશન ડિઝાઈનરોમાં એક નીતા લુલા છેલ્લા એક દાયકાથી અભિનેત્રી એશ્વર્યા રાય માટે વસ્ત્રો તૈયાર કરી રહી છે. 'તાલ', 'હમ દિલ દે ચુકે સનમ' અને 'જોધા અકબર' જેવી ચર્ચિત ફિલ્મોમાં એશ્વર્યા મટે વસ્ત્રો તૈઅયર કરી ચુકી નીતાનુ માનવુ છે કે એશ્વર્યા સાડીમાં સૌથી વધુ શોભે છે. નીતાએ કહ્યુ કે એશ્વર્યા બધા પ્રકારના વસ્ત્રોમાં સુંદર દેખાય છે, પરંતુ વ્યક્તિગત રૂપે તેમનુ માનવુ છે કે સાડીમાં એ સૌથી વધુ આકર્ષક દેખાય છે. તે સાધારણ ડિઝાઈનર સૂતી સાડીમાં પણ પોતાના આકર્ષણથી સૌનુ મન મોહી શકે છે.
નીતાને 'જોધા અકબર' ફિલ્મના વસ્ત્રો બનાવવા બદલ આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેમને 'બેસ્ટ કસ્ટ્યૂમ ડિઝાઈનર'નું સન્માન મળ્યુ છે. નીતાએ ત્રીજીવાર આ પુરસ્કાર મેળવ્યો છે.
આ પહેલા તે 1992માં શ્રીદેવી અને અનિલ કપૂર અભિનીત ચર્ચિત ફિલ્મ 'લમ્હે' અને શાહરૂખ ખાન અને એશ્વર્યા અભિનીત ફિલ્મ 'દેવદાસ'ને માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે.
નીતા લગભગ બે દસકાથી બોલીવુડ સાથે જોડાયેલી છે અએન આ દરમિયાન તેમને 350થી વધુ ફિલ્મો માટે વસ્ત્રો તૈયાર કર્યા છે. નીતાનુ માનવુ છે કે રાષ્ટ્રીય પુરસ્કાર તેમને વધુ મહેનતથી કામ કરવાની પ્રેરણા આપે છે.
વર્તમાન સમયમાં નીતા હાલ આશુતોષ ગોવિત્રીકરની ફિલ્મ 'ખેલે હમ જી જાન સે'ના વસ્ત્રો તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી છે. નીતાએ જોકે ફિલ્મ વિશે અધિક માહિતી આપવાની ના પાડી દીધી.