નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિર ખાનના પિતા તાહિર હુસૈનનુ નિધન
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
જાણીતા બોલીવુડ અભિનેતા અને ફિલ્મકાર આમિર ખાનના પિતા તાહિર હુસૈનનું હ્રદય રોગના કારણે મંગળવારે સવારે મૃત્યુ નિપજ્યું છે. તેઓ તેમની પાછળ તેમની પત્ની અને બે પુત્ર આમિર અને ફૈઝલ, તેમજ બે દીકરીઓ ફરહત અને નિખાતને છોડી ગયા છે. તાહિર હુસૈને તેમના પુત્ર દ્વારા અભિનીત ફિલ્મ 'હમ હૈ રાહી પ્યાર કે'(1993), અને એ પહેલા 'દુલ્હા બિકતા હૈ(1982), 'ઝખ્મી'(1975), 'અનામિકા'(1973) અને 'કારવા'(1971) જેવી હિટ ફિલ્મો આપી હતી. 1990માં આમિર અને જૂહી ચાવલા અભિનીત ફિલ્મ 'તુમ મેરે હો' નું નિર્દેશન તાહીર હુસૈને કર્યુ હતુ.

તાહિર હુસૈનના પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ તેમનુ મૃત્યુ આમિર ખાનના નિવાસ સ્થળ બાદ્રામાં થયુ. આમિર અને તેમની પત્ની કિરણ યુએસએમાં સનડાંસ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયા છે, અને ત્વરિત પરત આવી રહ્યા છે. પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'જાને તુ યા જાને ના'દ્વારા કરનારા હુસૈનના પૌત્ર ઈમરાન ખાન ન્યુઝીલેંડમાં છે અને તેઓ પણ જલ્દી મુંબઈ આવી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આમિર ખાન, તાહિર હુસૈન, હમ હૈ રાહી પ્યાર કે, દુલ્હા બિકતા હૈ