નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ને..કોયનાને કપડા ઉતારવાં કહ્યું !
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

koena
IFM
IFM
અભિનેત્રી કોયના મિત્રા હાલ ઘણી દુખી છે કારણ કે, તેનું ઘોર અપમાન થયું છે. બેંગ્લોર એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ લગભગ એક કલાક સુધી તેની તલાશી લીધી. તેને પુછવામાં આવ્યું કે, તેણે ઘુંટણ પાસે ફાટેલું જીન્સ શા માટે પહેર્યું છે ? બાદમાં તલાશી માટે તેને પોતાનું ટી શર્ટ ઉતારવા માટે પણ કહેવામાં આવ્યું. ત્યાં હાજર કર્મચારીઓએ તેની સાથે બિભત્સ પશ્નો પણ પુછ્યાં. આ માહિતી સ્વયં કોયના મિત્રાએ આપી છે.

કોયનાએ જણાવ્યું કે, જ્યારે તે બેંગ્લોરથી મુંબઈ જવા માટે એરપોર્ટ પર આવી તો તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે, જેવી જ હું એરપોર્ટ પર પહોંચી. યૂનિફોર્મ વાળી ત્રણ યુવતીઓ નજીક આવવા માટે મારો પીછો કરવા લાગી. ત્યાં વધુ લોકો ન હતાં એટલા માટે મને આશા હતી કે, સિક્યુરિટી તપાસ જલ્દી પૂર્ણ થઈ જશે પરંતુ એવું ન થયું અમે મને ધડમાથા વગરના પ્રશ્નો પુછવામાં આવ્યાં.

પરંતુ કોયનાના અનુસાર, તેણે સિક્યુરિટીનો સહયોગ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો. જો કે, કોયનાએ એ સમયે ખુબ જ ગુસ્સો આવ્યો જ્યારે તેને ટીશર્ટ ઉતારવા માટે કહેવામાં આવ્યું. કોયનાએ કહ્યું, મને મારી ટી-શર્ટ ઉતારવા માટે કહેવામાં આવ્યું. જો કે, મેં તેમની સાથે સહયોગ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો અને ટીશર્ટ ઉતારવા પર વિરોધ વ્યક્ત કર્યો. મારા બૂટ પણ ઉતારવામાં આવ્યાં અને મને ઉઘાડા પગે જવા માટે કહેવામાં આવ્યું. હું પૂરી સિક્યુરિટી તપાસ દરમિયાન ઉઘાડા પગે રહી.

કોયનાએ કહ્યું કે, સૌથી વધુ આશ્વર્યની વાત તો એ છે કે, તેઓએ મારા બેગને ચેક જ ન કરી. તેમાં ત્રણ પરફ્યૂમની બોતલ અને કાતર, નેલ ફાઈલર અને મેચ બોક્સ હતું. કોયનાએ કહ્યું. મેં પૂરી દુનિયામાં યાત્રા કરી છે પરંતુ મારે આ પ્રકારનું અપમાન કયારેય પણ સહન કરવું પડ્યું નથી. મેં જ્યારે એ યુવતીઓના વ્યવહાર વિષે તેમના સીનિયર અધિકારીને ફરિયાદ કરી તો તેમનું વલણ પણ સુસ્ત રહ્યું.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કોયના મિત્રા