'3 ઈડિયટ્સ'માં વર્તમાન શિક્ષા પ્રણાલીને લઈને કેટલીક વાતો થઈ ગઈ. આ શિક્ષા પ્રણાલીની નિરાશાજનક સ્થિતિને લઈને 'પાઠશાલા'માં પણ કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા. ફિલ્મ સાથે જોડાયેલ લોકોનુ કહેવુ છે કે તેમની ફિલ્મ શિક્ષકોની અને માતા-પિતાની સાને એ સમસ્યાઓ મુકશે જેનો સામનો આજના બાળકો કરી રહ્યા છે. ફિલ્મમાં આના કેટલાક સમાધાન પર બતાવવામાં આવ્યા છે.
શાળની કમીન પણ ઉજાગર કરવામાં આવી છે. આ સાથે જ અધ્યાપકોના વ્યવસાયિક બનવા પર પણ પ્રકાશ નાખવામાં આવ્યો છે. જેનાથી સમાજ અને બાળકોના ભવિષ્ય પર શુ અસર થાય છે એ બતાવવાનો પ્રયત્ન 'પાઠશાલા'માં કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં નાના પાટેકર, શાહિદ કપૂર અને આયેશા ટાકિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઈરોજ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનુ નિર્દેશન મિલિન્દ ઉકેએ કર્યુ છે. વાર્તા અને સ્ક્રીનપ્લે અહમદ ખાને લખી છે અને સંગીત હનીફ શેખનુ છે. ફિલ્મ એપ્રિલમાં રજૂ થશે.