નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હેપી બર્થડે અભિષેક
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 
IFM































બોલીવુડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન પોતાના 34ા જન્મદિવસના અવસર પર રોજની જેમ આગામી ફિલ્મનુ શૂટિંગ કરશે.

અભિષેક જણાવ્યુ કે મેં મુંબઈમાં વર્તમાન દિવસોમાં મારી ફિલ્મ 'કુક્ડ'નુ શૂટિંગ કરી રહ્યો છુ. જેવુ કે હુ દરેક વર્ષે કરુ છુ અભિષેકને એ પૂછતા કે શુ આ પ્રસંગે ફિલ્મના સેટ પર તેમની પત્ની એશ્વર્યા રાય હંમેશની જેમ સાથે રહેશે તો તેને જવાબ આપ્યો કે જો તેની પાસે સમય હશે તો તે જરૂર આવશે. નહી તો કામ પુરૂ થતા હુ રાત્રે તેને મળીશ.

બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જાણીતી અભિનેત્રી જયા બચ્ચનના પુત્ર અભિષેક આ વર્ષે બોલીવુડમાં એક દશક પુરૂ કરી રહ્યા છે. અભિષેક બોસ્ટન વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલ પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડીને અભિનય કરવા માટે એ સમયે પરત આવી ગયો જ્યારે તેમનો પરિવાર એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.

વર્ષ 2000માં તેણે મોટા પડદાં પર જે.પી. દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી'થી પોતાના કેરિયરની શરૂઆત કરી. આ ફિલ્મએ અભિષેકને ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેતાના રૂપમાં ઓળખ અપાવી હતી.

જો કે તેમને સફળતા ચાર વર્ષ પછી મળી, જ્યારે મણિરત્નમની ફિલ્મ 'યુવા' રજૂ થઈ. આ ભૂમિકા માટે ફિલ્મ સમીક્ષકોએ તેમની ખૂબ પ્રશંસા કરી. ત્યારબાદ આ જ વર્ષે તેમની ફિલ્મ 'ધૂમ' જોરદાર હિટ રહી. જૂનિયર બી એ ત્યારબાદ પોતાની લયને યથાવત રાખી અને 'બંટી અને બબલી', 'સરકાર', 'દસ' અને 'બ્લફ માસ્ટર' જેવી ફિલ્મોમા કામ કર્યુ.

'કુક્ડ' ઉપરાંત 'રાવણ', 'ખેલે હમ જી જાન સે' જેવી તેમની આગામી ફિલ્મો તેમના પ્રશંસકોને જોવા મળશે. બીજી બાજુ ઈટલીની ફિલ્મ 'ધ ઈટેલિયન જોબ'ના હિન્દી સંસ્કરણમાં તે કામ કરશે. જૂનિયર બચ્ચન હંમેશા આગળ જોવામાં વિશ્વાસ કરે છે. અભિષેક બચ્ચને કહ્યુ કે હુ પાછળ વળીને નથી જોતો. હું હંમેશા ભવિષ્ય તરફ જોઉં છુ. હું એક સકારાત્મક વિચાર ધરાવતો વ્યક્તિ છુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: હેપી બર્થ ડે અભિષેક, અમિતાભના પુત્ર, જયા બચ્ચન, એશ્વર્યા