નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહરૂખે માફી માંગવાની કોઈ જરૂર નથી - સલમાન ખાન
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
કેટરીના કેફના જન્મદિવસે શાહરૂખ અને સલમાન વચ્ચે શુ થયુ હતુ તે આજ સુધી કોઈ જાણી શક્યુ નથી, અને બધાને આજ સુધી એવુ જ લાગી રહ્યુ હતુ કે આ દુશ્મનીનો ક્યારેય અંત નહી આવે, પરંતુ હવે પરિસ્થિતિ કંઈક બીજો જ ઈશારો કરી રહી છે.

વર્તમાન દિવસોમાં શાહરૂખ ખાન પાકિસ્તાન ક્રિકેટરોને આઈપીએલમાં લેવાની તરફેણ કરવાને કારણે વિવાદમાં અટવાયા છે. શાહરૂખે પોતાનુ આ સ્ટેટમેંટ પાછુ લેવાની ના પાડી છે, અને શિવસેનાની માફી માંગવાનો પણ ઈંકાર કર્યો છે. તેથી તેમની આગામી ફિલ્મ માય નેમ ઈઝ ખાનના પ્રદર્શન પર મુશ્કેલીઓ આવી શકે છે.

જો કે કોંગ્રેસ શાહરૂખની તરફેણ કરતા કહ્યુ છે કે તેઓ શાહરૂખની ફિલ્મ શાંતિથી રજૂ થવા દેશે, અને હવે બોલીવુડ પણ કિંગ ખાનની મદદે આવ્યુ છે. તેમની તરફદારી કરનારાઓમા સલમાન ખાન આગળ છે. તેમણે કહ્યુ છે કે શાહરૂખે આવુ સ્ટેટમેંટ આપીને કોઈ ગુન્હો નથી કર્યો, તે આઈપીએલની એક ટીમનો માલિક છે અને તેને આવી કમેંટ કરવાનો અધિકાર છે. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે હુ માનુ છુ કે શાહરૂખ ખાને શિવસેનાની માફી માંગવાની કોઈ જરૂર નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ, સલમાન, શિવસેના, કેટરીના, માય નેમ ઈઝ ખાન, આઈપીએલ