દિપીકા પદુકોણે સ્વીકાર્યુ હતું કે, તે ઘણી જ મહત્વાકાંક્ષી યુવતી છે. દીપિકાએ કહ્યું હતું કે, તે જ્યારે ટીનએજ હતી ત્યારથી જ તેણે પોતાના જીવનના ઉદ્દેશો નક્કી કરી રાખ્યા છે.
24 વર્ષીય દીપિકાએ જણાવ્યું હતું કે, હાલમાં તેના જીવનમાં ક્યાં ઉદ્દેશો છે તે વાતથી પૂરેપૂરી માહિતગાર છે. જ્યાં સુધી તે સર્વશ્રેષ્ઠ સાબિત નહિ થાય ત્યાં સુધી તે આરામ પણ કરશે નહિ, તેમ દીપિકાએ ઉમેર્યુ હતુ.
જો કે દીપિકા રણબિર સાથેના બ્રેક ઓફને લઈને જે રીતે મીડિયામાં વાતો થઈ રહી છે તેનાથી ચિંતિત છે. જો કે તેના જીવનમાં હવે નવો પ્રેમી આવ્યો હોવાની વાતને દીપિકાએ પાયાવિહોણી ગણાવી હતી. જો કે દીપિકાએ હાલમાં તો પોતાની કરિયર પર જ સંપૂર્ણ ધ્યાન આપવાનું નક્કી કર્યુ છે. જ્યાં સુધી તે નંબર 1 નહિ બને ત્યાં સુધી દીપિકા શાંતિથી જીવશે નહિ.