અપ્રત્યક્ષ રૂપે શાહરૂખ ખાનને કારણે બોલીવુડવાળા એક થયા છે અને તેમણે શિવસેના બનામ શાહરૂખ વિવાદમાં કિંગખાનને સમર્થન આપ્યુ છે. જેમા સલમાન ખાનનો પણ સમાવેશ છે.
બોલીવુડમાં શાહરૂખના દુશ્મન મનાત સલમાન ખાને પણ કહ્યુ કે શાહરૂખે કોઈ અપરાધ નથી કર્યો, તેથી માફી માંગવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો. સલમાનની વાત સાંભળીને એ લોકોની આશાને નવુ બળ મળી ગયુ છે જે લોકો ઈચ્છે છે કે આ બંને સુપરસ્ટાર્સ ફરી મિત્ર બની જાય.
સલમાનથી વિવાદ અને અક્ષય, આમિર અમે અમિતાભ સાથે ચાલી રહેલ હરીફાઈના કારણે કિંગ ખાન હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જુદા પડી ગયા હતા, પરંતુ આવા સમયે બોલીવુડના કલાકારોએ કિંગ ખાનનો સાથ આપ્યો.
આ મુદ્દા પર મરાઠી ફિલ્મોના કલાકારો પણ શાહરૂખના સમર્થનમાં આવી ગયા. અભિષેક બચ્ચન, બિપાશા બાસુ અને પ્રીતિ ઝિંટા જેવા કલાકારોએ શાહરૂખ દ્વારા માફી ન માંગવાના નિર્ણયને યોગ્ય બતાવ્યો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓનો સમાવેશ કરવાની વાત કહીને શાહરૂખે શિવસેનાને નારાજ કરી દીધી. શિવસેનાએ તેમને માફી માંગવાનુ કહ્યુ પરંતુ શાહરૂખે ના પાડી દીધી.
શિવસેનાએ શાહરૂખની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના પોસ્ટર ફાડ્યા અને ફિલ્મ રજૂ નહી થવ દેવાની ધમકી આપી, પરંતુ શાહરૂખ ન માન્યા. હવે શિવસેનાએ માય નેમ ઈઝ ખાનનો વિરોધ પરત લઈ લીધો છે.