નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહરૂખ અને હું બે ભાઈઓ જેવા છીએ - કરણ જૌહર
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'માઈ નેમ ઈઝ ખાન' હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ દરમિયાન બોલીવુડના જાણીતા નિર્દેશક કરણ જૌહરનુ કહેવુ છે કે શાહરૂખની સાથે વ્યવસાયિક ભાગીદાર કરતા વધુ એક ભાઈ જેવા સંબંધ છે.

કરણ જૌહરે કહ્યુ કે 'માય નેમ ઈઝ ખાન' એ ફિલ્મ છે જેની સાથે તેમનો અને શાહરૂખનો ભાવનાત્મક સંબંધ છે. આ ફિલ્મ તેમને પૈસા કમાવવા નથી બનાવી.

કરણ જૌહરની ફિલ્મ નિર્માણ કંપની 'ધર્મા પ્રોડકશંસ' અને શાહરૂખ ખાનની 'રેડ ચિલી એંટરટેનમેંટ'એ મળીને ફિલ્મનુ નિર્માણ કર્યુ છે.

કરણ જૌહરે કહ્યુ કે તેઓ એકબીજા સાથે પારિવારિક રૂપે જોડાયેલા છે. શાહરૂખ અને તેનુ ઉપનામ જુદુ હોઈ શકે છે, પરંતુ આ ભાઈચારાની ભાવનાને દૂર નથી લઈ જઈ શકતા, જેને તેઓ બંને સાથે લઈને ચાલી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ, કરણ જૌહર, માય નેમ ઈઝ ખાન