27 ઓગસ્ટના રોજ રજૂ થનારી ફિલ્મ 'હેલો ડાર્લિંગ'ને સેંસર 'ફક્ત વયસ્કો માટે'નુ પ્રમાણ પત્ર આપી દીધુ છે. આ એક બોસ અને તેના અંડરમાં કામ કરનારી ત્રણ છોકરીઓની સ્ટોરી છે. બોસનુ ચરિત્ર સારુ નથી અને તે આ ત્રણ છોકરીઓનુ યૌન શોષણ કરવાનો પ્રયત્ન કરે છે ત્રણ છોકરીઓ તેને મજા ચખાડવાની યોજના બનાવે છે.
સેલિના જેટલી, ઈશા કોપ્પિકર, ગુલ પનાગ અને જાવેદ જાફરીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનુ કહેવુ છે કે ફિલ્મમાં સેલિનાએ ઘણુ એક્સપોઝ કર્યુ છે અને ઘણા બોલ્ડ સીન આપ્યા છે. સેલિનાના આ દ્રશ્યોને કારાણે જ સેંસરે તેને 'એ' સર્ટિફિકેટ આપ્યુ છે.