નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » દીપિકા અને સોનાક્ષી જ્યારે રડી પડ્યા
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 
P.R

સંજોગની વાત છે કે 'છોટે ઉસ્તાદ'ના બે સતત એપિસોડ્સમાં સદા હસનારી દીપિકા પાદુકોણ અને સોનાક્ષી સિન્હા રડી પડી. 'લફંગે પરિન્દે'ના પ્રમોશન માટે દીપિકાએ સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારા આ લોકપ્રિય કાર્યક્રમમાં ભાગ લીધો. રાહેત ફતેહ અલી ખાનની દીપિકા ફેન છે. દીપિકાએ રાહતને કહ્યુ કે તેઓ તેમના પસંદગીનુ ગીત 'મે જહા રહુ'ની કેટલીક લાઈન સંભળાવી દે. જ્યારે રાહતે ગીત ગાયુ તો દીપિકાને ન જાણે કોની યાદ આવી ગઈ અને તેની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા.
P.R

આ જ કાર્યક્રમના આગામી એપિસોડ્માં ભાગ લેવા પહોંચેલ શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી, જે 'દબંગ'ના દ્વારા પોતાનુ કેરિયર શરૂ કરવા જઈ રહી છે. સોનાક્ષીની સાથે તેમના માતા-પિતા પણ હતા. ઋષભ નામના એક પ્રતિયોગીએ પોતાની પ્રસ્તુતિ દરમિયાન 'તારે જમી પર'નુ ગીત 'મા' સંભળાવ્યુ. ગીત સાંભળીને સોનાક્ષી પોતાની જાતને રોકી ન શકી અને રડી પડી. સોનાક્ષીએ કહ્યુ કે તેનો સવારે પોતાની મમ્મી પૂનમ સિન્હા સાથે ઝગડો થયો હતો અને તે ગીત સાંભળીને તેણે અનુભવ્યુ કે તેણે ખોટુ કર્યુ છે. તે પોતાની મમ્મીને ભેટી પડી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સોનાક્ષી, દીપિકા, છોટે ઉસ્તાદ