નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » મલાઈકાના ઠુમકાઓએ કેટરીનાની ઉંઘ ઉડાવી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 
IFM

કેટરીના કેફ સાથે સલમાન ખાનના સંબંધો કેવા ચાલી રહ્યા છે એ અંગે તો આ બંનેમાંથી કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ વર્તમાન દિવસોમાં કેટરીના સલમાનની ભાભી મુન્ની યાની મલાઈકા અરોરાથી ગભરાયેલી છે. મુન્નીના ડરે કેટરીનાની ઉંઘ હરામ કરી નાખી છે. કેટ હવે દિવસ-રાત એ ડર પર જીત મેળવવાનો પ્રયત્ન કરી રહી છે

ફિલ્મ 'દબંગ'માં મલાઈકાના 'મુન્ની બદનામ હુઈ' આઈટમ નંબર કેટરીના માટે એક પડકારરૂપ બની ગયુ છે.

કેટરીના પોતાની આવનારી ફિલ્મ 'તીસ માર ખાં'મા એક સેક્સી ડાંસ નંબર કરી રહી છે. આ ગીતના બોલ છે 'શીલા કી જવાની' નિર્દેશક ફરાહ ખાનની આ ફિલ્મમાં કેટરીનાએ 'દબંગ'ની મુન્ની જેવો જ અવતાર અપનાવ્યો છે. તેમની પોશાક પણ ઘણી હદ સુધી એકબીજા સાથે મેળ કહતી જોવા મળશે. ફરાહ એ કેટરીના માટે કેટલાક ખાસ ડાંસ સ્ટેપ પણ તૈયાર કર્યા છે. છતાં પણ કેટરીના ગભરાયેલી છે. તેને ડર છે કે ક્યાંક તેનો ડાંસ નંબર મુન્નીની આગળ ફીકો તો નહી પડી જાય અને તે મલાઈકા સામે ફીકી ન પડી જાય.

મલાઈકાને ટક્કર આપવા માટે કેટરીની દિવસ-રાત પોતાના ગીતના અભ્યાસ પાછળ મહેનત કરી રહી છે એક દિવસ કેટરીનાએ એટલી પ્રેકટીસ કરી કે તેની કમર દુ:ખવા માંડી. ત્યારે ફરાહે કેટરીનાને આરામ કરવાની સલાહ આપી અને તેનો હોસલો વધારતા કહ્યુ કે તે ગભરાય નહી કારણ કે તેનો ડાંસ પણ બિપાશાના ડાંસ 'બીડી જલઈલે..' અને 'મુન્ની બદનામ હુઈ' જેવો જ હીટ થશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કેટરીના, મલાઈકા