ઈશા કોપ્પિકરે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે બોલીવુડના એક મોટા અને સ્થાપિત અભિનેતાએ તેની સામે રજૂઆત કરી હતી કે જો તે તેની સાથે 'સમજૂતી' કરી લેશે તો તે ઈશાને સફળતાની સીડીઓ ચઢવામાં મદદ કરશે. ઈશાએ આ પ્રસ્તાવ તરત જ ઠુકરાવ્યો અને એક મોટી ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ.
ઈશા એ હીરોનુ નામ નથી બતાવવા માંગતી, કારણ કે તેનુ માનવુ છે કે આનાથી ઘણા લોકોની જીંદગી પર તેની અસર પડશે. ઈશાનુ કહેવુ છે કે તેણે નક્કી કરી લીધુ હતુ કે તે ક્યારેય પણ કોઈની આગળ નમતુ નહી મુકે, ભલે કંઈ પણ થાય.
ઈશાનુ માનવુ છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કેટલીક છોકરીઓ એવી પણ આવે છે જે સફળતા પામવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તે કહે છે કે ઘણા નિર્માતા અને નિર્દેશક મને કહે છે કે આ છોકરીઓ પોતે જ ફોટોગ્રાફ્સ આપે છે અને કહે છે કે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે.