નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ફરાહ માટે શાહરૂખ નહી સલમાન 'સનકી'
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

N.D
એક સમયે શાહરૂખના મૈત્રીની બડાશ મારનારી ફરાહ બદલાઈ ગઈ છે, તેને હવે શાહરૂખની કોઈ પરવા નથી. ત્યારે જ તો તેણે કિંગ ખાનના 'દુશ્મન નંબર વન' સલમાન સાથે હાથ મિલાવ્યો છે.

એટલુ જ નહી ફરાહના પતિ શિરીષ કુંદરની નવી ફિલ્મમાં પણ સલમાન જોવા મળશે. જો કે એક સમય હતો, જ્યારે ફરાહ દરેક ફિલ્મમાં ફક્ત શાહરૂખને જ લેવાની વાત કરતી હતી.

એક સમયે ફરાહ કહેતી હતી કે તે ઈંડસ્ટ્રીમાં ભલે કોઈની સાથે પણ કામ કરે, પરંતુ શાહરૂખ વગર તેની ફિલ્મ પૂરી નથી થઈ શકતી. પરંતુ 'ઓમ શાંતિ ઓમ' પછી ફરાહ બધુ જ ભૂલી ગઈ અને તેને પોતાની ફિલ્મ 'તીસ માર ખા' માટે અક્ષયને લઈ લીધો.

એટલુ જ નહી હવે એવુ જાણવા મળ્યુ છે કે ફરાહના પતિ શિરીષ કુંદરે પણ પોતાની ફિલ્મ 'સનકી' માં શાહરૂખને નહી પરંતુ સલમાનને લઈ લીધો છે. જો કે ફરાહનુ માનવુ છે કે તે કોઈ કૈપનો ભાગ નથી, પરંતુ ઈંડસ્ટ્રીમાં બધા તેના મિત્રો છે. ફરાહ હવે કેટલી પણ સફાઈ આપે તેના ઈરાદા સામે આવી ગયા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ફરાહ, શાહરૂખ, સલમાન