નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » તો કેટરીના થઈ જશે સોનાની...!
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
એવુ કહેવાય રહ્યુ છે કે આ દસકો આમિર ખાનનો છે. બધી જગ્યાએ આમિર છવાયેલા છે, 'તારે જમી પર', 'જાને તૂ યા જાને ના', 'થ્રી ઈડિયટ્સ', 'પીપલી લાઈવ' મતલબ નિર્માતા, નિર્દેશક, નાયક આમિરનો જાદુ દરેક રંગમા વિખેરાયેલો છે. સ્થિતિ એ છે કે તેમના હરીફ ખાન સલમાન પણ આમિરને પાસર પથ્થરની ઉપમાં આપી રહ્યા છે, જેના અડતા જ બધુ સોનાનુ થઈ જાય છે.

જો હીરો આવુ વિચારતા હોય તો હીરોઈનો તો તેની સાથે કામ કરવા મરી રહી હશે. એવા સમયે જો આમિર પોતે જ કોઈ હીરોઈન સાથે કામ કરવાની જોરદાર ઈચ્છા ધરાવતા હોય તો વિચારો કે એ હીરોઈનની કેટલી મોટી હૈસિયત હશે. એ હીરોઈન બીજી કોઈ નહી પણ કેટરીના છે, જે સલમાનની(કદાચ આજ સુધી)પ્રેમિકા છે.

આમિરનુ કહેવુ છે કે કેટરીના કેફનુ સ્ક્રીન પ્રેજંસ ગજબનુ છે.. અને તે આગામી કોઈ ફિલ્મમાં કેટ સાથે જોડી બનાવવાની ઈચ્છા છે. જો જો ભાઈ સલમાન, પહેલા જ લાખ ટકાની થઈને દૂર જઈ રહેલ કેટ ક્યાક આમિરના અડવાથી સોનાની ન થઈ જાય. પછી તો એ તમારે માટે એક સપનું બની જશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આમિર ખાન, કેટરીના