નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » વિદ્યાના ખભામાં દુ:ખાવો, નૃત્ય નહી કરી શકે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
અભિનેત્રી વિદ્યા બાલનને ખભામાં તકલીફ છે અને એ જ કારણે તે સંતોષ સિવાનની મલયાલમ ફિલ્મ 'ઉરુમી'માં મોહિનીઅટ્ટમની રજૂઅત નહી આપી શકે

વિદ્યાનુ કહેવુ છે કે જ્યા સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી થઈ જતે, ત્યાં સુધી નૃત્ય નથી કરી શકતી, કારણ કે આવુ કરવાથી તેને જીવનભર માટે ખભાની તકલીફની ફરિયાદ રહેશે.

વિદ્યાએ કહ્યુ 'મારી પોતાને જીદને કારણે જ આ મુશ્કેલી ઉભી થઈ.' તેમના વ્યાયામ શિક્ષકે તેમને વધુ પડતી કસરત ન કરવાની ચેતાવણી આપી હતી.

તેમણે કહ્યુ મે તેમની વાત ન સાંભળી. હવે હુ ત્યાં સુધી નૃત્ય નહી કરી શકુ જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જઉ. હુ 'ભૂલભૂલૈયા'માં મારા શાસ્ત્રીય નૃત્યની અસરને હજુ સુધી ભૂલી નથી. સંતોષની ફિલ્મમાં મારુ ગીત વધુ આકર્ષક અને જટિલ રહેશે.'

વિદ્યાના ખભામાં પહેલાથી જ તકલીફ હતી, પરંતુ તેમ છતા પણ સતત જિમ જવાથી તેમની આ મુશ્કેલી વધી ગઈ.

તે કહે છે કે 'હવે મારે રાહ જોવાની છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નહી તો મને જીંદગીભર ખભાની મુશ્કેલી થઈ શકે છે. હું સંતોષ સિવાનની ફિલ્મના નૃત્ય ગીતના અભ્યાસ માટે રાહ નથી જોઈ શકતી.'

આમ તો વિદ્યા પોતે એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના છે, પરંતુ છતા સિવાને પોતાની ફિલ્મના ગીત માટે તેમને પ્રશિક્ષિત કરવા માટે મોહિનીઅટ્ટમના એક ગુરૂને નિયુક્ત કર્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વિદ્યા બાલન, શાસ્ત્ત્રીય નૃત્ય