નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિર પછી હવે શાહરૂખ સીખી રહ્યા છે મરાઠી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

W.D
રાઠી ભાષા માટે મનસે અને શિવસેના દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલન પછી જ્યા આમિર ખાને મરાઠી ભાષા સીખવી શરૂ કરી હતી ત્યાં હવે શાહરૂખ ખાન પણ મરાઠી સીખી રહ્યા છે. શાહરૂખે પોતે આ માહિતી આપતા જણાવ્યુ કે તેઓ હાલ પોતાના બાળકો પાસેથી મરાઠીનો પાઠ શીખી રહ્યા છે.


શાહરૂખ પોતાની પત્ની ગૌરી ખાન સાથે એક ફિલ્મની જાહેરાતમાં દેખાશે. શાહરૂખ પહેલીવાર ગૌરી સાથે આ રીતનુ કોઈ કોમર્શિયલ કામ કરી રહ્યા છે. શાહરૂખે મરાઠી ભાષા વિશે વાત કરતા કહ્યુ કે હિંદી ફિલ્મોની તુલનામાં સ્થાનીક ભાષાઓની ફિલ્મોમાં સારી, શ્રેષ્ઠ અને સશક્ત વાર્તાઓ જોવા મળે છે. સ્વાસ ઓસ્કર માટે ગઈ, અ વાતથી જ સ્થાનીક ભાષાની તાકતનો પરિચય મળે છે. હુ સ્થાનીક ભાષાઓની ફિલ્મો જોવી પસંદ કરુ છુ. મારા બાળકો મરાઠી સારુ બોલી શકે છે. હાલ હુ તેમની પાસેથી મરાઠી શીખવાની કોશિશ કરી રહ્યો છુ.

શાહરૂખે મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મો બતાડવા બાબતે કહ્યુ કે મલ્ટીપ્લેક્સમાં પ્રાઈમ ટાઈમમાં ઓછી કિમંતમાં જ બતાડવી જોઈએ. શાહરૂખે કહ્યુ કે ફક્ત મરાઠી જ નહી પરંતુ દરેક પ્રાદેશિક ભાષાની ફિલ્મો પ્રાઈમ ટાઈમમાં બતાડવી જોઈએ. હું અહી સ્પષ્ટ કરવા માંગુ છુ કે હું પ્રાદેશિક ભાષાને લઈને થઈ રહેલ રાજનીતિથી દૂર રહેવા માંગુ છુ. હું એક કલાકારની દ્રષ્ટિએ ઈચ્છુ છુ કે સ્થાનિય ભાષાઓની ફિલ્મોને પ્રોત્સાહન આપવુ જોઈએ. હુ ઘરે હિન્દી, અંગ્રેજીની સાથે જ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો પણ જોઉ છુ. મારા સાથી કલાકાર જ્યારે સ્થાનીક ભાષઓને ફિલ્મોમાં કામ કરે છે તો મએન ખૂબ જ ખુશી મળે છે, જો મને મરાઠી ફિલ્મની ઓફર મળશે તો હું અવશ્ય કરીશ.

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડના જાણીતા કલાકાર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં ડગ માંડી રહ્યા છે. અમિતાભ બચ્ચને વિહિર ફિલ્મનુ નિર્માણ કર્યુ હતુ. તાજેતરમાં જ દીપક વીજે એક મરાઠી ફિલ્મ એકા દાજિબાનુ નિર્માણ કર્યુ હતુ. 'એકતા કપૂર' પણ મરાઠી ફિલ્મનુ નિર્માણ કરવા જઈ રહી છે. આમિરે મરાઠી શીખવા માટે મરાઠી પ્રોફેસરનુ ટ્યુશન લગાવ્યુ છે, અને હવે શાહરૂખ ખાન પણ મરાઠી શીખવા માંગે છે. થોડા દિવસો પહેલા રિતેશ દેશમુખે પણ મરાઠી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં પ્રાઈમ ટાઈમમાં બતાવવાની વાત કરી હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આમિર, શાહરૂખ, મરાઠી